વધુ એક ફ્રોડ: મોરબીમાં કે.એફ.સી. કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનું કહીને મહિલા સાથે 38.32 લાખની છેતરપિંડી
ભલાઈનો જમાનો નથી!: મોરબીમાં પડોશીને આર્થિક મદદ કરવા પોતાના નામે બે લોન લઈને આપનારા આધેડને છરીના ઘોદા મારી દેવાની ધમકી
SHARE
ભલાઈનો જમાનો નથી!: મોરબીમાં પડોશીને આર્થિક મદદ કરવા પોતાના નામે બે લોન લઈને આપનારા આધેડને છરીના ઘોદા મારી દેવાની ધમકી
ભલાઈ કરવાનો પણ જમાનો રહ્યો નથી તેઓ ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે મોરબીમાં રહેતા આધેડે તેઓની પાડેસમાં રહેતા પરિવારને 1.60 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવા માટે પોતાના નામે બે લોન લઈ આપી હતી જો કે, આરોપી દ્વારા તે રકમ પરત આપવાનો ઇરાદો ન હોવાથી ફરીયાદીને ફોન ઉપર ગાળો આપીને છરીના ઘોદા મારવાની તેમજ ફરિયાદી અને તેના પત્નીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભડિયાદ રોડ પર આવેલ બૌદ્ધનગરમાં રહેતા જગદીશભાઈ કલાભાઈ પરમાર (52)એ અગાઉ તેની પાડોશમાં રહેતા પ્રવીણભાઈ રામજીભાઈ પુરાણી રહે. બૌદ્ધનગર ભડીયાદ રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા તેના પત્ની કોકીલાબેને સાતેક મહિના પહેલા તેઓની પાડોશમાં રહેતા પ્રવીણભાઈ અને તેના પત્ની જયશ્રીબેનને આર્થિક મદદ કરવા માટે પોતાના નામે 1.60 લાખની બે જુદીજુદી લોન કરાવી આપી હતી અને આસરે 1,60,000 ની આર્થિક મદદ કરેલ હતી જે રૂપિયા પરત આપવાનો ઇરાદો ન હોય આરોપીએ ફરિયાદીને ગત તા. 25/10 ના રોજ ફોન કરીને ફોનમાં ગાળો આપી હતી અને છરીના ઘોદા મારી દેવાની ધમકી આપી હતી તેમજ તા. 10/12 ના રોજ ફરિયાદી તથા તેના પત્નીને ફરીથી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વરલી જુગાર
મોરબીમાં કેસરબાગ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અકરમ ઉર્ફે ઈકુડી હસનભાઈ સોલંકી (30) રહે. સિપાઈવાસ નહેરુગેટથી આગળ મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 3520 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી