મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ


SHARE











મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના મામાને યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિઓએ માર માર્યો: સામસામી ફરિયાદ

મોરબીના શનાળા રોડે આવેલ યદુનંદન પાર્ક-2 માં રહેતા આધેડનો ભાણેજ તે જ વિસ્તારમાં રહેતા યુવાનની દીકરીને ભગાડી ગયેલ છે અને તે બંનેએ લગ્ન કરી લીધેલ છે જેથી તે કયા રહે છે તે પૂછવા માટે યુવતીના પિતા સહિતના ત્રણ વ્યક્તિ યુવકના મામાના ઘરે આવ્યા હતા અને ત્યાં બોલાચાલી તેમજ મારા મારી થયેલ હતી જેથી બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલી યદુનંદન પાર્ક-2 માં રહેતા જયરસિંહ કીર્તિસિંહ જાડેજા (45)એ ભરતભાઈ નિમાવત અને તેની સાથે આવેલ અજાણ્યા વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની દીકરીઆરોપીના ભાણેજ સાથે ભાગીને લગ્ન કરેલ છે જેથી તેઓ ક્યાં રહે છે તેનું એડ્રેસ પૂછતા હતા ત્યારે આરોપી ભરતભાઈ નિમાવત સહિતના બંને વ્યક્તિઓએ ફરિયાદીના ભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. અને ત્યારે ફરિયાદી તેઓને છૂટા પાડવા જતા આરોપીએ ફરિયાદી સાથે પણ જપાજપી કરીને મુંઢ માર માર્યો હતો. તેમજ ભરતભાઈ નિમાવતે હાથના આગળ પહેરેલ મુઠ વતી ફરિયાદીને કપાળના જમણા ભાગે માર મારીને જા કરી હતી જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જ્યારે આ બનાવમાં સામાપક્ષેથી યદુનંદન પાર્ક-2 માં રહેતા ભરતભાઈ નારણદાસ નિમાવત (52)એ ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાણેજે જયરાજસિંહ જાડેજાની દીકરી સાથે ભાગીને લગ્ન કરેલ છે જેથી તેઓ ક્યાં રહે છે તે એડ્રેસ પૂછવા માટે આરોપી ફરિયાદી પાસે આવ્યા હતા ત્યારે ફરિયાદીએ “એમને કાંઈ ખબર ન હોવાનું કહ્યું હતું” જેથી ભરતસિંહ જાડેજાએ ફરિયાદી તથા તેના સબંધીને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જયરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજાએ ફરિયાદી તથા સાહેને માર માર્યો હતો અને ત્યારે શક્તિસિંહ જાડેજાએ લાકડાના ધોકા વડે જમણા હાથમાં ફરિયાદીને માર મરેલ છે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી જા પામેલ વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને હલમ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News