વાંકાનેરની રાણેકપર ફાટક પાસે ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
SHARE
વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
મોરબી પાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી જે વાર્ષિક વેરો લેવામા આવે છે તે ઘણા આસામીઓ વર્ષોથી ભરી રહ્યા નથી જેથી કરીને હવે બાકીવેરાની કડક વસૂલાત શરૂ કરવામાં આવી છે અને બાકીદારોના એક પછી એક લિસ્ટ જાહેર કરવામાં આવે છે તેવામાં પાલિકાએ વધુ 18 ડીફોલ્ટરોની યાદી જાહેર કરી છે
હાલમાં પાલિકાએ જે 18 ડીફોલ્ટરોની યાદી જાહેર કરી છે તેમાં વોરા અસગરઅલી અબ્બાસના 5 લાખથી વધુ, ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્યનો 4.82 લાખ, આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ તથા અન્ય ૨ ના 4.82 લાખ, પટેલ ગોવિંદભાઈ નરસીભાઈના 4.77 લાખ, જનકબેન હસમુખરાયના 4.54 લાખ, જીતેન્દ્રભાઈ પાનાચંદભાઈના 4.45 લાખ, તરસીભાઈ પોપટમાં 4.24 લાખ, કરમશીભાઈ ખોડાભાઈના 4.17 લાખ, પટેલ યોગેશભાઈ સુંદરજીભાઈ તથા અન્યના 4.11 લાખ, પરમાર મનજીભાઈ મુળજીભાઈના 4 લાખથી વધુ, ઓમ બિલ્ડર્સ વાળા કાથરાણી અશોકભાઈ લાલજીભાઈ તથા અન્યના 4 લાખથી વધુ, રૂડાણી છોટાલાલ પરમાનંદ, રૂડાણી મનહરલાલ છોટાલાલના 4 લાખથી વધુ, મહેતા નાથાભાઈ શામજીના 3.97 લાખ, જય ભારત ટાઈલ્સના 3.95 લાખ, મહેતા પ્રવીણચંદ્ર હરીલાલના 3.68 લાખ, મનહર ટાઈલ્સના 3.68 લાખ તેમજ દિનુભાઈ દેવકરણભાઈ, મીરાં ગાલીચા ટાઈલ્સના 3.65 લાખ રૂપિયાનો વેરો બાકી છે જેને વસૂલ કરવા માટેની કવાયત ચાલી રહી છે.