મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ વાંકાનેરથી જડેશ્ચરને જોડતા રોડ રિસર્ફેસીંગ કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબી મમુદાઢી હત્યા-ગુજસીટોકમાં પકડાયેલ આરીફ મીર સાબરમતી જેલ, મકસુદ પોરબંદર જેલ અને કાદર બરોડા જેલ હવાલે મોરબીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારા પતિને આજીવન કેદની સજા મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના બે લાખ રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: ખેતી જમીન પડાવી લેવા કારસો કરનારા ત્રણ સામે ફરિયાદ મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી વધુ એક હિટલિસ્ટ: મોરબી પાલિકાએ વેરો ન ભરનાર વધુ 18 ડીફોલ્ટર જાહેર કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી


SHARE











મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે તાજેતરમાં હોટલના જુગાર કાંડમાં પોલીસે મોટો તોડ કર્યો હોવાની માહિતી સામે આવી ત્યાર બાદ પેટકોક ચોરી કૌભાંડ સામે આવ્યું જેથી કરીને પોલીસે બેડામાં મોટી ઊથલ પાથલ કરવામાં આવી હતી તેવી જ રીતે છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

હાલમાં કલેક્ટર દ્વારા જે આધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં નાયબ મામલતદાર પી.એમ.અજાણીની ટંકારા, યુ.એસ.વાળાની વાંકાનેર, પી.બી.ગઢવીની વાંકાનેર, જે.એ.માથકિયાની વાંકાનેર, બી.એસ.પટેલની મોરબી કલેકટર કચેરી, આર.કે.સોલંકીની વાંકાનેર પ્રાંત, પી.એચ.પરમારની ટંકારા, એફ.એન.મોડની હળવદ, જી.વી.પઢીયરની હળવદ પ્રાંત, એમ.એચ. ત્રિવેદીની મોરબી એટીવીટી, આર.જી. હેરમાની વાંકાનેર પ્રાંત, વાય.પી.ગૌસ્વામીની મોરબી ગ્રામ્યમાં બદલી કરેલ છે. જયારે ક્લાર્ક વી.બી.કંઝારીયાની મોરબી ગ્રામ્ય, આર.બી. પટેલની હળવદ, પી.એચ. જાડેજાની મોરબી કલેકટર કચેરી, આર.ડી.અલગોતરની મોરબી કલેકટર કચેરી, આર.બી.બાવરવાની મોરબી પ્રાંતમાં બદલી કરી છે અને મહેસુલી તલાટીમાં એલ.બી.સોઢીયાની જુના નાગડાવાસ, એમ.એમ.જોગરાજિયાની પંચાસિયા સેજો, પી.જી.ઝાલાની વાંકાનેર, એ.પી.જાડેજાની આમરણ સેજો, પી.ડી.જાનીની મોરબી, એમ.જે.સન્યારીની અરણીટીંબા, એમ.સી.ગોહિલની હડમતીયા અને વાય.એસ.ખેરની રાજાવડલા ખાતે બદલી કરી છે.




Latest News