મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક
મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ
મોરબી શહેરમાં બાઇક ચોરીની ઘટનાઓ વધી રહી હતી જેથી કરીને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં મોરબીની નવલખી ફાટક પાસેથી બાઇક લઈને જઇ રહેલા શખ્સ પાસેથી ચોરાઉ બાઇક મળી આવ્યું હતું જેથી તેની પૂછપરછ કરવામાં આવતા તેને ચોરી કરેલા 6 બાઇક કાઢી આપેલ છે જેથી પોલીસે તેની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.
મોરબીમાં આવેલ એસબીઆઇ બેન્ક સામે ના પાર્કિંગમાંથી છેલ્લા મહિનાઓમાં બાઇક ચોરીની ઘટનાઓ ઘણી બની હતી તેવી જ રીતે તખ્તસિંહજી રોડ ઉપરથી બાઈકની ચોરીઓ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી તેવામાં મોરબીના નવલખી રોડે ફાટક પાસેથી બાઇક લઈને એક શખ્સ નીકળ્યો હતો જેને રોકીને બાઈકના કાગળ માંગ્યા હતા ત્યારે તેની પાસે કાગળ હતા નહીં જેથી પોકેટ કોપથી સર્ચ કરતા બાઇક મોરબીમાંથી ચોરી કરેલ હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે આરોપી વિમલભાઇ રમણીકગીરી મેઘનાથી (30) રહે. સામાકાંઠે એસ્સાર પંપની પાછળ નિલકંઠ સોસાયટી મોરબી મુળ રહે. નાની વાવડી તાલુકો ધોરાજી વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં તેને મોરબી નવલખી રોડ ઉપર બાવળની જાળીમાંથી ચોરી કરીને મૂકેલા વધુ પાંચ બાઇક કાઢી આપેલ હતા જેથી પોલીસે કુલ મળીને 6 ચોરાઉ બાઈકની સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.