મોરબીમાં બી ડિવિઝન પોલીસે શોધી કાઢેલા 13 મોબાઈલ ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પાછા અપાયા
ટંકારા તાલુકાનાં વિરપર નજીક કારમાં આગ લાગતાં વાહન બળીને ખાખ
SHARE
ટંકારા તાલુકાનાં વિરપર નજીક કારમાં આગ લાગતાં વાહન બળીને ખાખ
મોરબી પંથકમાં વાહનમાં આગ લાગવાની ઘટનાઓ છેલ્લા દિવસોમાં ઘણી જગ્યાએ બનેલ છે તેવામાં મોરબી જિલ્લાના ટાંકરા તાલુકાનાં વિરપરથી ઘુનડા રોડ ઉપર જવાના રસ્તે રાત્રીના સમયે કોઈપણ કારણોસર બીએમડબલ્યુ કારમાં આગ લાગી હતી અને આ આગના લીધે આખી ગાડી જ બળીને ખાખ થઈ ગયેલ હતી જો કે, કારમાં આગ લાગતાની સાથે જ કાર ચાલક નીચે ઉતારી જતાં કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ અવાર નવાર જે રીતે કામમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે તે કયાંકને કયાંક વાહન ચાલકોની ચિંતામાં વધારો કરી રહ્યા છે.