વાંકાનેર ખરીદીમાં આવેલ પરપ્રાંતિય દંપતીના ગુમ થયેલા બાળકને પોલીસે શોધી આપ્યુ
SHARE
વાંકાનેર ખરીદીમાં આવેલ પરપ્રાંતિય દંપતીના ગુમ થયેલા બાળકને પોલીસે શોધી આપ્યુ
મધ્યપ્રદેશ રાજ્યના મુળ વતની અને હાલ મોરબીના વાંકાનેર તાલુકાના જાલીડા ગામે મજુરી અર્થે આવેલ દંપતી ખરીદી માટે વાંકાનેર શહેરમા આવેલ હોય ત્યાથી તેઓનો દીકરો વિખુટો પડી ગયેલ હતો જેનુ માતા-પિતા સાથે વાંકાનેર સીટી પોલિસે મિલન કરાવ્યુ હતુ.
વાંકાનેર સીટી પીઆઇ એચ.વી.ઘેલા તેમજ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન વાંકાનેર ખાતેથી બે વર્ષનુ બાળક મળી આવતા બાળક બાબતે તપાસ કરાવતા તે બાળકનું નામ શિવાંક (ઉ.વ.આશરે ૨ વર્ષ) હતુુ અને તેઓના માતા- પિતાની શોધ ચલાવતા તેના પિતા રોહીતભાઈ શ્યામલાલ કોહલી તથા માતા આશાદેવી રોહીતભાઈ કોહલી રહે.મૂળ ખડ્ડી તા.સિદ્ધી જી.રીવા(મધ્યપ્રદેશ) હાલ રહે.જાલીડા રોયલ ઈન્ફોરર્મ મળી આવતા તેઓ સાથે બાળકનું મિલન કરાવ્યુ હતુ.સ્ટાફના તેજપાલસિંહ કિરીટસિંહ તથા મહીલા પોલીસ કોન્સટેબલ ઉર્મિલાબેન ઘનશ્યામભાઈએ આ કામગીરી કરી હતી.