વાંકાનેર ખરીદીમાં આવેલ પરપ્રાંતિય દંપતીના ગુમ થયેલા બાળકને પોલીસે શોધી આપ્યુ
મોરબીમાં આજે માળિયા વનાળીયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 4.18 કરોડના 66 વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
SHARE
મોરબીમાં આજે માળિયા વનાળીયા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 4.18 કરોડના 66 વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી ખાતે આજે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ મળીને 4.18 કરોડના વિકાસકામોનું ધારાસભ્ય સહિતના આગેવાનોના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મોરબી શહેર અને જીલ્લામાં ધડોધડ મંજૂર કરવામાં આવેલ કામના ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને કામ પૂરા થયા પછી તેના લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે મોરબીના આવેલ ત્રાજપર, માળિયા-વનાળીયા, જવાહરનગર તથા ભડિયાદના વિકાસકામો મંજૂર કરવામાં આવેલ છે અને આજે માળિયા વનાળીયા પાસે આવેલ ક્રિષ્ના સિરામિક ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોકબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સિરોહીયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા.
આજે જે કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે તેમાં ત્રાજપર ગામે કોમ્યુનીટી હોલ, શક્તિનગર સોસાયટી- ખારી વિસ્તાર- યોગીનગર સોસાયટી- રામકુવા પાસે- મધુવન સોસાયટીમાં, શોભેશ્વર પાસે જુદી જુદી શેરીમા- મધુસ્મુતી સોસાયટીમા- વણીયા સોસાયટીમા- જુના ઘુંટૂ રોડ સ્મશાન પાસે ભૂગર્ભ ગટરનું કામ, વૃદાવન પાર્ક, રામકુવા પાસે અને મધુવન સોસાયટી પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ, અનંત સોસાયટી- ખરી અને યોગીનગરમાં પેવરબ્લોકનું કામ, જુના ઘુંટૂ રોડ સ્મશાન પાસે ભુગર્ભ ગટર અને સ્નાન ઘાટનું કામ, જુના ઘૂટું રોડ પર આવેલ સિલ્વર પાર્ક સોસાયટી જવાના રસ્તે કોઝવેનું કામ અને ધાર વિસ્તાર માટે પાણીના ટાકાના કામનો સમાવેશ થાય છે
તે ઉપરાંત ભડિયાદ ગામે બજારમાં પાણીની પાઈપ લાઈન અને ભુગર્ભ ગટરનું કામ, જવાહર પ્રા.શાળા પાસે પાણીનો સમ્પ બનાવવાનું કામ, દલિત સમાજના સ્મશાનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ, રામાપીર ઢોરે ભૂગર્ભ ગટરનું કામ, રામાપીર મંદિર પાસે કોમ્યુનીટી હોલ અને સ્મશાનમાં પેવર બ્લોકનું કામ તેમજ લાલપર ગામે વરસાદી પાણીના નિકાલ, ગટર, પેવર બ્લોક, પાણીની લાઈન, R.O. પ્લાન્ટ અને દલિત સમાજના સ્મશાનમાં સ્નાનઘાટ બનાવવાનું કામ અને ભડીયાદથી જોધપરને જોડતા નાલાના કામનો પણ સમાવેશ થાય છે