મોરબી : આમંત્રણ વિવાદ બહાનું છે અમારા આવતા કેટલાક લોકોની દુકાનો બંધ થઈ જતાં પેટમાં તેલ રેડાઇ રહ્યુ છે - કાંતિભાઈ અમૃતિયા
SHARE
ભાજપ સામે ભાજપ !: આમંત્રણ વિવાદ બહાનું છે અમારા આવતા કેટલાક લોકોની દુકાનો બંધ થઈ જતાં પેટમાં તેલ રેડાઇ રહ્યુ છે - કાંતિભાઈ અમૃતિયા
મોરબી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિવાદ ચાલી રહ્યા છે તે વાત જગ જાહેર છે તેવામાં મોરબી જિલ્લા પંચાયતની ભાજપની બોડીના એક ચેરમેન દ્વારા મોરબીના ધારાસભ્ય ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવેલ છે જેથી કરીને તેનો જવાબ આપતા ધારાસભ્યએ કહ્યું હતું કે, “ કેટલાક લોકોની દુકાનો બંધ થઈ ગઈ હોવાના કારણે તેના પેટમાં તેલ રેડયું છે. પરંતુ લોકોમાં શાંતિ જળવાઈ રહે અને લોકોના કામ થાય તે માટે હું હજુ પણ દુશ્મન કરવા માટે તૈયાર છું”
મોરબી જિલ્લામાં લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી જૂથવાદ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો અને ઘટનાઓ બની છે પરંતુ ભાજપના જે નેતાઓ સબ સલામતીની વાતો કરતા હોય છે તેનો આજે છેદ ઊડી ગયેલ છે કેમ કે, ભાજપમાંથી ચૂંટાયેલા મોરબી જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા તેની ઓફિસે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને વાત જિલ્લા પંચાયત દ્વારા આજે યોજાયેલ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમના આમંત્રણ કાર્ડમાં તેનું નામ ન હોવાથી શરૂ થઈ હતી પરંતુ તે બાબતને ગૌણ ગણીને આ ચેરમેન દ્વારા ધારાસભ્ય ઉપર સીધું નિશાન તાકવામાં આવ્યું હતું અને “છેલ્લા 30 વર્ષથી મોરબીના ધારાસભ્ય હોવા છતાં પણ મોરબીની દુર્દશા છે અને તે મોરબીના ધારાસભ્યને ધારાસભ્ય ગણતા જ નથી તેવું કહ્યું હતું
જોકે આ બાબતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા પંચાયતના ભાજપના ચેરમેનનું નામ પણ લીધા વગર જવાબ આપેલ હતો જેમાં જણાવ્યું હતું કે “કેટલાક લોકોની દુકાનો છેલ્લા ઘણા સમયથી બંધ થઈ ગઈ છે જેથી કરીને તેના પેટમાં તેલ રેડાયું છે. જોકે મોરબીના લોકોની સલામતી જળવાઈ રહે સુખશાંતિ રહે તે માટે થઈને ઘણા બધા દુશ્મનો છે અને હજુ પણ દુશ્મનો કરવાના જ છે અને દુશ્મનો કરવા માટે તે તૈયાર છે. જોકે જિલ્લા પંચાયતના ચેરમેન દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા તે તમામ આક્ષેપોને ધારાસભ્યએ વખોડી કાઢ્યા હતા અને તેઓ દિવસમાં 16 કલાક પ્રજાની વચ્ચે રહે છે અને મોરબી તેમજ ગાંધીનગરમાં લોકોના કામ કરતાં રહે છે જેથી તે સોશિયલ મીડિયામાં ફોટા વિડીયો મૂકે છે જો કે, ફોટા વિડિયો સોશિયલ મીડિયામાં એમ નેમ કામ કર્યા વિના મુકાતા નથી તેવી ટકોર તેને જિલ્લા પંચાયતના ચેરમેને કરી હતી.
આગામી સમયમાં મોરબી જીલ્લામાં સંગઠનની રચના થવાની છે અને નજીકના સમયમાં જ ગ્રામ પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે તેવા સમયે ભાજપની અંદર જે છેલ્લા ઘણા સમયથી ખેંચતા અને વિવાદો ચાલી રહ્યા છે ત્યારે ભાજપના ચેરમેન દ્વારા ભાજપના ધારાસભ્ય ઉપર જે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને ધારાસભ્ય દ્વારા તે તમામ આક્ષેપો અને વકોડી કાઢવામાં આવ્યા છે અને જે તે વ્યક્તિની દુકાનો બંધ થઈ ગઈ હોવાથી તેના પેટમાં તેલ રેડાયું છે તેવી વાત કરવામાં આવી છે જેથી કરીને આ મુદ્દો આગામી સમયમાં કેવો રંગ પકડશે તે તો સમય જ બતાવશે.