વાંકાનેર તાલુકામાં જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઇ
મોરબીમાં એક દિવસીય પુત્રેષ્ટી યાગ શિબિરનું આયોજન
SHARE
મોરબીમાં એક દિવસીય પુત્રેષ્ટી યાગ શિબિરનું આયોજન
મોરબીમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ વાળા ડો મેહુલભાઇ આચાર્ય (PHD દર્શનાશાસ્ત્ર અને આયુર્વેદ) દ્વારા સૌ પ્રથમવાર પુત્રેષ્ઠિ યાગ (દિવ્ય સંતાન યજ્ઞ) નું આગમી રવિવારા અને તા. 22 ના રોજ આયોજન કરેલ છે. જેમાં દિવ્ય સંતતિ ઇચ્છુક દંપતિ કે સંતાન માટે આયોજન કરતા દંપતિઓ આ શિબિરમાં જોડાઇ શકે છે. યજ્ઞમાં બેસવા ઇચ્છુક દંપતિએ વહેલાસર નોંધણી કરાવવી અનિવાર્ય (ફરજીયાત ) છે.
હાલમાં 15 દંપતિ માટે આયોજન છે. અને યજ્ઞમાં ન બેસવા વાળા સિવાય બાકીના દંપતિઓ પણ આ શિબિરમાં નામ નોંધાવી શકે છે. અને દંપતિ સિવાય એકલા આવતા સ્ત્રી કે પુરુષ પણ આ શિબિરના જુદા જુદા સત્રમાં ભાગ લઇ શકશે. આ પ્રકારનું જ્ઞાન મેળવવા ઇચ્છુક તમામ લોકો પણ રજીસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં નિશુલ્ક જોડાઇ શકશે. અને આ કાર્યક્રમમાં આવેલા લોકો માટે ભોજન વ્યવસ્થા કરેલ છે. અને બપોરે 1:00 થી 2:30 વચ્ચે આયુર્વેદાચાર્ય દ્વારા નિદાન ચિકિત્સાનું આયોજન પણ કરેલ છે. જેનો લાભ કોઇ પણ પ્રકારના ગંભીર-હઠીલા રોગથી પીડાતા રોગીઓ નિશુલ્ક લઈ શકશે. અને ભોજન બાદ ગર્ભસંસ્કાર અને શ્રેષ્ઠ સંતતિ માટે ડો. મેહુલભાઇ આચાર્ય માર્ગદર્શન આપશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી રહેશે. અને આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત છે. જે મોબાઈલ નંબર 9426232400 અથવા 9664911182 ઉપર કરાવવાનું રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃતિ આર્ય ગુરુકલમ્ રાજકોટ, ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને મધુરમ ફાઉન્ડેશન મોરબી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેવું પ્રાણજીવન કાલરિયાએ જણાવ્યુ છે.