મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયે આંખના ભીના ખૂણે આપી ભાવ વિભોર વિદાઇ


SHARE













વાંકાનેરની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ગ્રામજનો દ્વારા સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયે આંખના ભીના ખૂણે આપી ભાવ વિભોર વિદાઇ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકની બદલી થતા ગ્રામજનો દ્વારા બંનેને સનરૂફ કારમાં બેસાડી ભારે હૈયે આંખોના ભીના ખૂણે ભાવ વિભોર વિદાઇ આપવામાં આવી હતી.

શ્રી ભીમગુડા પ્રાથમિક શાળામાં પૂર્વ આચાર્ય રાકેશભાઈ રાઠોડ તથા શિક્ષક દાનાભાઈ મેવાડાનો ભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયો હતો.જે કાર્યક્રમ નિમિતે મુખ્ય અતિથી વિશેષ તરીકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તા.પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડિયા,બી.આર.સી. મયુરસિંહ પરમાર, તા.શાળા આચાર્ય કિશોરભાઈ સરવૈયા, SMC અધ્યક્ષ હકાભાઇ મુંધવા, પેટા તાલુકા શાળાના આચાર્યશ્રીઓ, ભૂતપૂર્વ શિક્ષકો, હાજર રહેલ ગ્રામજનો, શાળાના શિક્ષકો, બાળકો તથા શાળાના આચાર્ય રાહુલભાઈ પ્રજાપત દ્વારા ભવ્યથી અતિભવ્ય વિદાઈ કાર્યક્રમ યોજાયેલ હતો.તથા નવનિર્મિત બિલ્ડીંગ અને કમ્પ્યુટર લેબનું ઉદઘાટન પણ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News