મોરબી નજીક કારખાનામાં ટ્રક ટેલરના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે દોઢ વર્ષના માસુમ બાળકનું મોત
ટંકારા શાક માર્કેટના થળે બેસીને ગાંજાનુ વેચાણ !: વેપારીની 1.435 કિલો ગાંજાના જથ્થા સાથે ધરપકડ
SHARE
મોરબી જિલ્લામાં જુદી જુદી જગ્યા ઉપર નશાકારક પદાર્થોનું વેચાણ બેફામ થઈ રહ્યું છે તેવામાં ટંકારામાં આવેલ શાકમાર્કેટના થળા ઉપરથી ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં એડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ગાંજાની નાની મોટી કોથળીઓ સાથે એક શખ્સને પકડ્યો હતો અને તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી ત્યાંથી પણ ગાંજો મળી આવેલ હતો આમ શાક માર્કેટના થળા ઉપરથી તથા ઘરેથી કુલ મળીને 1.435 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે ગાંજો, મોબાઇલ વિગેરે વસ્તુઓ મળીને 46,850 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા શહેરમાં જૂની ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટના થળા નંબર 18 ઉપર બેસીને વેપાર કરતાં હુસેન સોલંકી દ્વારા ગાંજાનુ વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત હતી જેથી કરીને એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યા સહિતની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને વેપારીના થળા ઉપર ચેક કરવામાં આવ્યું હતુ ત્યારે પ્લાસ્ટિકની નાની મોટી 17 જેટલી કોથળીઓમાં કુલ મળીને 116 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તે શખ્સના ઘરે પણ તપાસ કરી હતી ત્યારે ઘરમાંથી 1.319 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આમ કુલ મળીને 1.435 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે 14,350 ની કિંમતનો ગાંજો તથા 30,000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન, વજન કાંટો વગેરે વસ્તુઓ મળીને 46,850 ની કિંમતના મુદ્દા માલ સાથે આરોપી હુસેન ઉર્ફે સબલો સલીમભાઈ સોલંકી (23) રહે. મેમણ શેરી ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હાલમાં આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.