મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ટ્રક ટેલરના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે દોઢ વર્ષના માસુમ બાળકનું મોત


SHARE









મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કારખાનામાં ટ્રક ટ્રેલરના ચાલકે બેફિકરાયથી તેનું વાહન ચલાવ્યું હતું અને ત્યારે દોઢ વર્ષના બાળકને ટ્રકની ખાલી સાઇડના પાછળના ટાયરના જોટામાં હડફેટે લીધો હતો અને તે બાળકના શરીર ઉપરથી ટ્રકના ટાયર ફરી જવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું અને અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હોય હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાથી અને હાલમાં મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં આવેલ દેવદૂત કોટન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ માનસિંગભાઈ ડાંગી (30)નામના યુવાને ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 4910 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે દેવદુત કોટન નામના કારખાનામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટેલર પાછળ જોયા વગર અચાનક ચલાવતા ફરિયાદી યુવાનના દોઢ વર્ષના દીકરા પિયુષને ટ્રકની ખાલી સાઈડમાં પાછળના જોટામાં હડફેટે લીધો હતો જેથી કરીને તે બાળક નીચે પડી જતા તેના ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે તે બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટેલરનો ચાલક પોતાના હવાલા વાળું વાહન રેઢુ મૂકીને નાસી ગયો હતો. જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News