મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના બાયપાસ રોડે ડીવાઇડરની કટ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત


SHARE









મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સેસ સિનેમા સામેથી દંપતી બાઈક ઉપર પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડ ઉપર ડીવાઈડરની કટ પાસે કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઇક ચલાવી રહેલા વ્યક્તિને શરીરને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનુ મોત નીપજ્યું હતું અને તેના પત્નીને પણ માથામાં અને શરીરે ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં લઇને આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં કાર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે કેનાલ પાસે આવેલ ગાયત્રીનગરમાં રહેતા મિનિષભાઈ હરીશભાઈ માવદીયા (23) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 13 એએમ 5897 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, કિશનભાઇ અને તેના પત્ની ચાંદનીબેન બાઈક નંબર જીડે 36 એકે 6435 લઈને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ વચ્ચે ડિવાઈડરની કટ પાસેથી તેઓ રોડ ક્રોસ કરતા હતા દરમિયાન કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જેમાં કિશનભાઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું જ્યારે ચાંદનીબેનને શરીરે તથા માથામાં ઇજા થઇ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા અને બાદમાં અકસ્માતના બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News