મોરબીમાં ઘરના બાથરૂમમાં ન્હવા જતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા આધેડનું મોત
SHARE
મોરબીમાં ઘરના બાથરૂમમાં ન્હવા જતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા આધેડનું મોત
મોરબીના વાવડી રોડ પર આવેલ પ્રભુનગર વિસ્તારમાં રહેતા આધેડ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા માટે જતા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ પ્રભુનગરમાં રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનાગ્રા (49) નામના આધેડ પોતે પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમમાં ન્હાવા માટે જતા હતા ત્યારે હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની તેના દીકરા ગૌતમભાઈ ભગવાનભાઈ સોનાગ્રા (23) રહે. વાવડી રોડ પ્રભુનગર વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.