મોરબીમાં ઘરના બાથરૂમમાં ન્હવા જતા સમયે હાર્ટ એટેકનો હુમલો આવતા આધેડનું મોત
મોરબીના મકનસર નજીક ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી ખંડિત: મહિલાનું મોત
SHARE
મોરબીના મકનસર નજીક ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી ખંડિત: મહિલાનું મોત
મોરબીના મકનસર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લીધું હતું જેથી અકસ્માતણો બનાવ બન્યો હતો તેમાં ટ્રેક્ટર ચાલક યુવાનને છાતીમાં ઇજા થઈ હતી જોકે ટ્રેક્ટરમાં તેની સાથે બેઠેલ તેના પત્નીને કમર તથા થાપાના ભાગે હાડકામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને યુવાનની પત્ની પથારી વસ થઈ જતા તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર બાદ તેને રજા આપવામાં આવતા તેઓ વતનમાં ગયા હતા અને દરમિયાન તે મહિલાનું મોત નીપજતા અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જિલ્લાના રજાયતા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પીપળી ગામે મારુતિ પાર્ક સોસાયટીમાં પાર્વતીબેન ખીમજીભાઈ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતા દિલીપભાઈ રતિલાલભાઈ મુનિયા (28)એ ટ્રક ટેલર નંબર આરજે 19 જીજે 5828 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 27/10/2024 ના રોજ સવારના પોણા છ વાગ્યાના અરસામાં મોરબી તાલુકાના મકરસર ગામ પાસે નિશાળની સામે વાંકાનેર હાઇવે રોડ ઉપર તેના હવાલા વાળા ટ્રેક્ટરને ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને ટ્રેક્ટર ચલાવી રહેલા યુવાનને છાતીના ભાગે ઇજા થઈ હતી અને ટ્રેક્ટરમાં બેઠેલ તેની પત્ની ઉષા (31)ને કમર અને થાપાના ભાગે હાડકામાં ફેક્ટર જેવી ગંભીર ઇજા થઈ હતી. માટે તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન ફરિયાદિના પત્ની પથારીવશ થઈ જતાં તેને હોસ્પિટલથી રજા આપવામાં આવ્યા બાદ તેઓ વાતમાં ગયા હતા અને ત્યાં ગત તા. 5/12 ના રોજ મહિલાનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે હાલમાં ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.