મોરબીના મકનસર નજીક ટ્રક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને હડફેટે લેતા ઇજા પામેલ દંપતી ખંડિત: મહિલાનું મોત
મોરબીમાં સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાયો
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા બ્રહ્મ બાળકોની તેજસ્વિતાને પ્રોત્સાહિત કરવા તથા બ્રહ્મ સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાયો જેમાં ૧૨ વર્ષથી નાની વયના ૫૧ બાળકોના શ્લોકપઠનથી વાતાવરણમાં દિવ્યતા ફેલાઈ હતી. લયકારી સાથેના અને સ્પષ્ટ ઉચ્ચારણો સાથેના બાળકોના શ્લોકપઠને ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ડો.ચિન્મયભાઈ ત્રિવેદી, એન.એન.ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, અતુલભાઈ જોશી, શાશ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યા, નિમેષભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ મહેતા, મુકેશભાઈ જાની, ધ્વનીત દવે સહિતના બ્રહ્મ અગ્રણીઓ તથા સમાજના બંધુ ભગીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ૧૩ વર્ષના તીર્થ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા, મહામંત્રી અમુલભાઈ જોશી, કેયુરભાઈ પંડ્યા, કમલભાઈ દવે, મીલેશભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ શુક્લ, આર્યનભાઈ ત્રિવેદી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.