મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE









મોરબીના બગથળા ગામે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસન મુક્તિને લઈને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યસનમુક્તિ માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના બગથળા ગામે ભાઈઓ, બહેનો અને યુવાનો માટે જુદા જુદા ચાર વિભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ નકલંક મંદિર ખાતે રાખવામા આવેલ હતો જેમાં ગામના 25 થી વધુ યુવાનો અને બહેનોએ ભાગ લીધો હતો અને વક્તવ્ય રજૂ કર્યા હતા ત્યારે બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, કોમનમેન ફાઉન્ડેશનના સ્થાપક ડો. સતીષભાઈ પટેલ, ડો. રાકેશભાઈ તથા નિર્ણાયક તરીકે મોરબીના વક્તા અને બ્રહ્મ સમાજના આગેવાન રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રો. મનહર સુદ્રા અને માહિતી ખાતાના બળવંતસિંહ જાડેજા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રત્યેક વિભાગમાં ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન મયુરભાઈ ઠોરીયાએ કર્યુ હતું. અને કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રાસાલાભાઈ, ધરતીબેન બરાસરા તથા બગથળાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલયના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.




Latest News