મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝઘડાનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકકી છાંટીને બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો


SHARE













વાંકાનેરમાં ઝઘડાનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકકી છાંટીને બે મહિલાઓએ ધોકા વડે માર માર્યો

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા મહિલાના દીકરાને અગાઉ તે જ વિસ્તારમાં રહેતી બીજી મહિલાના દીકરા સાથે ઝઘડો થયેલ હતો તેનો ખાર રાખીને મહિલાની આંખમાં મરચાની ભૂકી છાટવામાં આવી હતી અને ત્યારબાદ બે મહિલાઓધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલ બે મહિલાઓને સારવાર માટે હોસ્પિટકે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આરોગ્યનગરમાં વિકાસ ઓઇલ મીલની બાજુમાં રહેતા રાજેશ્વરીબેન દીપકભાઈ પીપળીયા (38)સિટી પોલીસ સ્ટેશન ખાતે જોનાબેન અશોકભાઈ રાઠોડ અને જોનાબેનના મોટા બહેન રહે. બંને બસ સ્ટેશન સામે આરોગ્યનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાને જોનાબેનના દીકરા લાલા સાથે અગાઉ ઝઘડો થયો હતો જે બાબતનો ખા રાખીને જોનાબેનના મોટાબહેને ફરિયાદી રાજેશ્વરીબેનના મોઢા ઉપર મરચાની ભૂકી છાંટી હતી ત્યારબાદ જોનાબેને લાકડાના ધોકા વડે ફરિયાદી રાજેશ્વરીબેન તથા સાહે રસીલાબેનને માર માર્યો હતો જેથી ફરિયાદીને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી તથા રસીલાબેનને શરીરે મુંઢ ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની રાજેશ્વરીબેને ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલાઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News