મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા લોક જાગૃતિ માટે રેલી-નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા લોક જાગૃતિ માટે રેલી-નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ
ઊર્જા બચત માસ પર્વની તેમજ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે મોરબીમાં વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા માટે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓએ રેલીનું આયોજન કર્યું હતું અને ત્યારે ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કર્યું હતું આ રેલી મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતેથી અધિક્ષક ઇજનેર ડી.આર.ઘાડિયાએ લીલીઝંડી આપીને શરૂ કરાવી હતી ત્યારે બાદ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ રેલી પસાર થઈ હતી અને ભક્તિનગર સર્કલ પાસે રેલીને પૂર્ણ કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં આવેલ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પીજીવીસીએલ વિભાગીય કચેરી મોરબી દ્વારા વીજ સલામતી તેમજ વીજળી બચાવો અંતર્ગત નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતી અને વીજ કંપનીના કર્મચારીઓએ સ્પર્ધામાં પ્રથમ આવેલા ત્રણ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.