મોરબીમાં પીજીવીસીએલ દ્વારા લોક જાગૃતિ માટે રેલી-નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાઇ
મોરબી-વાંકાનેર હાઇવે બંધુનગર પાસે બનાવ : બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
SHARE
મોરબી-વાંકાનેર હાઇવે બંધુનગર પાસે બનાવ : બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે મોડી રાત્રિના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં મૂળ પંચમહાલના યુવાનનું મોત નિપજયુ હોવાનું હાલ તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
વધુમાં પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામ પાસે તા.૨૦ ના રાત્રિના દશેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંધુનગર ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા રવિ સુરેશભાઈ પટેલ (ઉમર ૨૯) મૂળ રહે.પંચમહાલ વાળાને અજાણ્યા વાહનના ચાલકે બાઈક સહિત હડફેટે લીધો હતો.આ ઘટનામાં રવિ સુરેશભાઇ પટેલ નામના મૂળ પંચમહાલના મોરવાહડફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવાનનું મોત નિપજ્યું હતું.વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક રવિ પટેલ મૂળ પંચમહાલનો હતો અને હાલ મોરબી જીલ્લામાં રહીને અહીં ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો અને રાત્રીના તે ડ્રાઇવિંગ કામ પુરૂ કરીને પરત પોતાનું બાઈક લઈને ઘર તરફ જતો હતો ત્યારે આ અકસ્માત બનાવ બન્યો હતો.હાલ અકસ્માત સર્જીને ભાગી છુટેલા અજાણ્યા વાહનના ચાલકને પકડવા માટે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
મારામારીના બનાવવામાં ચારની ધરપકડ
મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વીસીપરા વિસ્તારમાં યુવાન ઉપર ચાર ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે વીસીપરામાં રહેતા સમીર ઈરફાનભાઇ કાસમાણી નામનો યુવાન તેના અન્ય મિત્રોની સાથે બોલતો ન હોય "કેમ અમારી સાથે બોલતો નથી..?" તેમ કહીને ચાર ઈસમો દ્વારા સમીર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને વચ્ચે પડેલા તેના મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો.દરમિયાનમાં સમીરના પીઠના ભાગે કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેના પિતા ઈરફાન ગનીભાઈ કાસમણીએ ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર સહિતના સ્ટાફ દ્વારા હુમલો કરનાર ફરહાન મયુદ્દીન મેમણ (૧૯), સાબીર અનવર પીલુડિયા (૧૮), હાજી ઇકબાલ પીલુડિયા (૧૯) અને મહંમદસોહિલ અબ્દુલરસીદ સુમરા (૨૧) રહે.બધા વીસીપરા વાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા હસીનાબેન અબ્દુલભાઈ મજીદ નામના ૫૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને બજારમાં જતા હતા ત્યારે રસ્તામાં તેઓને ચક્કર આવતા બાઈકમાંથી નીચે પડી જતા થાપાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ થતા મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચોકડી પાસે આવેલ બાલા બેકરી નજીક તા.૧૯ ના વહેલી સવારે પાંચેક વાગ્યામા અરસામાં ચા બનાવતા સમયે ગેસનો બાટલો લીકેજ હોવાથી દાઝી ગયેલા પલ્લુરામ નામના ૧૯ વર્ષીય યુવાનને શહેરની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા આ બનાવની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સીમ્પોલો સિરામિક પાસે વાહન અકસ્માતના બનાવમાં અર્ધબેભાન હાલતમાં રમેશ ટીંગલાભાઈ ભાટીયા (ઉમર ૪) રહે.ઘુંટુ ને ૧૦૮ વડે સારવાર માટે સરકારી હોસ્પિટલએ ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલએ નોંધ કરીને તપાસ કરી હતી.