મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું


SHARE









મોરબીમાં નંદીઘરના લાભાર્થે યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરો દાતાઓ વર્ષી ગયા: 60 લાખનું દાન મળ્યું

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમ છેલ્લા ઘણા વર્ષોથી પશુ-પક્ષીઓની સારવાર સહિતની કામગીરી કરી રહી છે અને તેની સેવકીય પ્રવૃતિને જોઈને ઘણા દાતાઓ તરફથી આ ટીમને આર્થિક મદદ આપવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં નંદીઘર બનાવવા માટેનું આયોજન આ ટીમે કર્યું છે અને તેના લાભાર્થે મોરબીના કીર્તીદાન ગઢવી, લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), ભજનીક મિલન પટેલ સહિતના કાલકારોના લોક ડાયરાનું આયોજન રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં કિશોભાઈ ચિખલિયા, આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, અરવિંદભાઇ વાંસદડિયા, રવિભાઈ સનાવડા, પુષ્પરાજસિંહ જાડેજા, સંદીપભાઈ કલારિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને આ સંસ્થાને દાન આપીને આર્થિક મદદ કરતાં દાતાઓનુ સંસ્થાના સંચાલકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે મોરબીમાં જે સેવા કાર્ય શરૂ કર્યું છે તેને વેગ આપવા માટે યોજાયેલ લોક ડાયરામાં કીર્તીદાન ગઢવી અને રાજભા ગઢવીની ટીમે જમાવટ કરી હતી જેથી કરીને મોરબીના દાતાઓ વર્ષી ગયા હતા જેથી કરીને 20 લાખ જેટલી લોકોએ ઘોર કરી હતી અને આગેવાનો તેમજ ઉદ્યોગકારો દ્વારા 40 લાખ જેટલી રકમ સેવા કાર્યમાં આપવા માટે ત્યાં લખાવી હતી આમ કુલ મળીને આ એક લોક ડાયરથી કર્તવ્ય જીવદાય કેન્દ્રને નંદીઘરના પ્રોજેકટ માટે 60 લાખ જેટલી રકમનું દાન મળ્યું છે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, શહેરના લોકોને નંદીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે થઈને નંદીઘર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમ જેમ મોરબીના લોકો તરફથી દાન આવતું જશે તેમ તેમ નંદીઘર માટેનું કામ આગળ વધારવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસમાં જમીન લઈને અંદાજે 21 કરોડના ખર્ચે નંદીઘર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. 

મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી

મોરબીના બાળ કલાકાર  મીરા દવેએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર આયોજિત લોક ડાયરાના કાર્યક્રમમાં વિશાળ જનમેદની વચ્ચે ભજનની રમઝટ બોલાવી હતી.

મોરબી ના રવાપર  ઘુનડા રોડ રામેશ્વર ફાર્મ ખાતે  કર્તવ્ય જીવ દયા કેન્દ્ર આયોજિતા નંદી ઘર નિર્માણના લાભાર્થે ગુજરાત ના  પ્રસિદ્ધ  સુર સમ્રાટ  કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી (લોક સાહીત્યકાર) ગીર ,મિલન પટેલ (ભજનિક) ,જેવા કલાકારો ની સાથે મોરબી ની દીકરી  મીરા કૃષ્ણચંદ્ર દવે એ (બાળ કલાકાર) એ વિશાળ મંચ પરથી  ભારે જનમેદની વચ્ચે   ભજન ની રમઝટ બોલાવી હતી..લોકો ને મંત્ર મુગ્ધ  કર્યાં હતાં.લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા.

 






Latest News