મોરબી-વાંકાનેર હાઇવે બંધુનગર પાસે બનાવ : બાઈક સવારને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત
મોરબીના નેક્ષસ સિનેમા પાસે કાર અન્ય વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં
SHARE
મોરબીના નેક્ષસ સિનેમા પાસે કાર અન્ય વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા નેક્ષસ સિનેમા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર અન્ય અજાણ્યા વાહન સાથે અથડાવાના બનાવમાં પિતા-પુત્રને ઇજાઓ થવાથી બંનેને ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.
વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલા ઋષભનગર વિસ્તારમાં રહેતા પરાગભાઈ પ્રબોધભાઈ પારેખ (૫૯) અને તેમના દીકરા દર્શન પરાગભાઈ પારેખ (ઉંમર ૨૬) ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા બંનેને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.બંને કાર લઈને જતા હતા ત્યારે શનાળા-કંડલા બાયપાસ નેક્ષસ સિનેમા પાસે અજાણ્યા વાહન સાથે કાર અથડાઈ હતી.આ બનાવમાં બંનેને ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
યુવક-યુવતી મળી આવ્યા
મધ્યપ્રદેશના ધાર જીલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ પટેલને મળેલ બાતમીને આધારે તેઓ ત્યાં નોંધાયેલા અપહરણના ગુનાની તપાસ માટે મોરબી આવ્યા હતા અને મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેના એક સિરામિક યુનિટમાં તપાસ કરવામાં આવતા ત્યાંથી ભોગ બનેલ સગીરા સાથે ધ્રુવ કરણભાઈ રહે.સરતાનપર રોડ લોટો સીરામીક મોરબી વાળો મળી આવ્યો હતો.હાલ તપાસના કામે બંનેને હસ્તગત કરીને એમપી લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના પાનેલી ગામે ભરવાડવાસ વિસ્તારમાં આવેલ ગાત્રાળનગરમાં રહેતા મુન્નાભાઈ રાણાભાઇ સરૈયા ભરવાડ નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ નજીક ચાલુ બાઇકમાંથી નીચે પડી જતા પૂજાબેન (ઉમર ૨૪) રહે.વેગાસ સીરામીક બેલા (રંગપર) ને હાલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મશીનમાં હાથ આવી જતા સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ નજીક આવેલ ફેન્ટાગોન મિનરલ્સ નામના યુનિટમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા આશિષ રાજેશભાઈ ભીલ નામના ૨૮ વર્ષના યુવાનને કામ દરમિયાન મશીનના કન્વેન્યર બેલ્ટમાં હાથ આવી ગયો હતો.જેથી ઈજા પામતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા નોંધ કરીને આ બનાવ સંદર્ભે વધુ તપાસ શરૂ કરાઇ છે.