મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા-બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયોની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ
SHARE
મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે એક્ટિવા-બે રેકડીને ઉડાવનારા સ્કોર્પિયોની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ
મોરબીમાં શનિવારે ઉમા ટાઉનશીપના ગેટ પાસે રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં સ્કોર્પિયો ગાડીના ચાલકે એકટીવા અને બે રેકડીને હડફેટે લીધા હતા અને લોકોએ પોતાના જીવ બચાવવા માટે સાઈડમાં જવું પડે તેવી રીતે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવ્યુ હતું જેથી અકસ્માતના બનાવ સંદર્ભે આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસે સ્થળ ઉપર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું ત્યારે આરોપી ચાલમાં ગઇકાલે ગાડી ડિસ્કો કરતી હતી તેવો જ ઘાટ જોવા મળ્યો હતો.
મોરબીના રીલીફ નગર બ્લોક નં- 46 માં રહેતા દિલીપભાઈ રસિકલાલ મહેતા (54)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્કોર્પિયો ગાડી નંબર જીજે 11 બીએચ 0005 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપના ગેટ પાસેથી આરોપી પોતાના હવાલા વાળી સ્કોર્પિયો ગાડી લઈને નીકળ્યો હતો ત્યારે બેફિકરાયથી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવીને ફરિયાદીના પાર્ક કરેલા એક્ટિવા નંબર જીજે 36 કે 0749 તથા ત્યાં રાખવામાં આવતી બે રેકડીઓને હડફેટે લીધી હતી અને ફરિયાદી તથા સાહેદોને પોતાના જીવ બચાવવા માટે થઈને રોડ સાઈડમાં જવું પડે તે પ્રકારે બેફિકરાઇથી આરોપીએ તેની સ્કોર્પિયો ગાડી ચલાવી હતી અને અકસ્માત સર્જીને એકટીવા તથા રેકડીઓમાં નુકસાની કરીને તે પોતાની ગાડી લઈને ત્યાંથી નાશી ગયો હતો. જો કે, ઘટના સ્થળે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીની નંબર પ્લેટ તૂટીને ત્યાં પડી ગઈ હતી જે નંબર પ્લેટ આધારે પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીના ચાલક આરોપી મનીષ ઉર્ફે મુન્નો પ્રશાંતભાઈ રાવલ (44) રહે. હરિઓમ પાર્ક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને રવિવારે સાંજે આરોપી જે જગ્યાએ બનાવ બનેલ હતો ત્યાં આરોપીને લઈને પહોચી હતી અને આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.