વાંકાનેરના કુચીયાદડ-ગુંદા ગામે રોડના કામનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
SHARE
વાંકાનેરના કુચીયાદડ-ગુંદા ગામે રોડના કામનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
વાંકાનેર-કુવાડવા મતવિસ્તારમાં આવતા કુચીયાદડ ગામથી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડનું કામ તેમજ ગુંદા ગામથી નેશનલ હાઈવે સુધી ડામર (એપ્રોચ) રોડનું કામ મંજૂર થયેલ છે તે બંને કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય રાજાભાઈ ચાવડા સરપંચો તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.