મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં મોરબીમાં 5 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ગોંડલના ભૂવાને સપોર્ટ કરનારા વાંકાનેરના યુવાન સહિત ત્રણ વ્યક્તિને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી મારમાર્યો


SHARE











ગોંડલના ભૂવાને સપોર્ટ કરનારા વાંકાનેરના યુવાન સહિત ત્રણ વ્યક્તિને અમદાવાદના ભુવા સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઇપથી મારમાર્યો

વાંકાનેર તાલુકાના ઘીયાવાડ ગામે આવેલ કુલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં મામા સરકારના ભુવા બાબતે ચાલતી માથાકૂટમાં સપોર્ટ કરવાની બાબતને લઈને યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવા આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ધિયાવાડ ગામે આવેલ ફુલેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં રહેતા અને મંદિરે સેવા પૂજા કરતા યસગીરી ભરતગીરી ગોસ્વામી (28)વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસિંહ ઉર્ફે હકુભાઇ પરમાર, ધવલ દીપક નિમાવત રહે. ધોરાજી અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી બલભદ્રસિંહ પરમાર અને ગોંડલ કમઢીયા મામા સરકારના ભુવા ધવલ પટેલની આંતરિક માથાકૂટમાં ફરિયાદીએ ધવલ પટેલને સપોર્ટ કરતાં આરોપીઓ આર્ટિકા કાર નંબર જીજે 1 ડબલ્યુઇ 3111 લઈને આવ્યા હતા અને ત્યારે બલભદ્રસિંહ પરમારે લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા હાથ અને જમણા પગ ઉપર માર મારીને ફ્રેક્ચર કર્યું હતું તેમજ માથામાં અને વાંસાના ભાગે લોખંડના પાઇપથી માર માર્યો હતો તો ધવલ નિમાવતે લાકડાના ધોકા વડે આકાશ સતીશચંદ્ર ઓઝાને માર મારીને માથામાં અને બંને પગે ઇજાઓ કરી હતી અને અજાણ્યા શખ્સે ધોકા વડે નવઘણભાઈ ભલુભાઈ વિકાણીને ડાબા પગ અને જમણા હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલા ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સંદીપ શિવલાલ યાદવ (19) નામનો યુવાન માર્કેટમાંથી પરત યુનિટ ઉપર લેબર કવાર્ટરમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ઘૂટું  ગામ થી આગળ નેક્ષસ સીરામીક પાસે બાઈક ઉપરથી તે યુવાન નીચે પડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના જુના મકનસર ગામે રહેતા દિલીપ હરિભાઈ પરમાર (22) નામનો યુવાન બાઇક લઈને મોરબીના જેતપર ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News