મોરબીમાં પત્ની સાથે આડા સબંધની અફવા બાબતે સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ માળીયા (મી)ના મોટા દહિંસરા ગામની બે શાળામાંથી બદલી પામેલા આઠ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને સજોડે ઝેરી દવા પી ગયેલ પ્રેમીપંખીડા સારવારમાં મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં મોરબીમાં 5 જાન્યુઆરીએ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે ટ્રેક્ટરમાં લગાવેલ ચકરીની હડફેટે ચડી જતાં વાડીએ ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત


SHARE











ટંકારાના કલ્યાણપર ગામે ટ્રેક્ટરમાં લગાવેલ ચકરીની હડફેટે ચડી જતાં વાડીએ ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં વાડીએ ટ્રેક્ટર ચાલાકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ટ્રેક્ટરની પાછળના ભાગમાં લગાવેલ ચકરીમાં ચાર વર્ષની માસુમ બાળકીને હડફેટે લીધી હતી જેથી તે બાળકીને ગંભીર ઇજા થયેલ હતી અને તેના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના કલ્યાણપર ગામની સીમમાં રસુલભાઈ મેસાણીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નિરુભાઈ જોગડીયાભાઈ કિકરીયા (24) એ હાલમાં ટ્રેક્ટર નંબર જીજે 36 જે 9518 ના ચાલક ઇન્જામુલભાઇ રસુલભાઇ સેરસીયા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રસુલભાઈ મેસાણીયાની વાડીમાં તેની ચાર વર્ષની દીકરી તેજલ રમતી હતી ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળું ટ્રેક્ટર બેફિકરાયથી ચલાવ્યું હતું અને ટ્રેક્ટરની પાછળના ભાગમાં લગાવવામાં આવેલ ચકરીની હફેટે ફરિયાદીની દીકરીને લીધી હતી જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે બાળકીનું મોત નિપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના રામનગરમાં રહેતા ભાણજીભાઈ અમરશીભાઈ શેરસીયા (61) નામના વૃદ્ધ બાઇક લઈને જતાં હતા ત્યારે ખારચિયા ગામ પાસે આવેલ ઓમનગર નજીકથી બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને વૃદ્ધને ઇજા થયેલ હતી અને તેને હાથે પગે ફેક્ચર જેવી ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા આશાબેન રાહુલભાઈ કુંઢીયા (27) નામની મહિલાએ કોઈ કારણોસર ઘરે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.




Latest News