મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
મોરબીમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે શરીરે જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લઈને કર્યો આપઘાત
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે શરીરે જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લઈને કર્યો આપઘાત
મોરબી નજીક આવેલ ખારીવાડી પ્રાથમિક શાળાની બિલ્ડીંગની પાછળના ભાગમાં આવેલ બાથરૂમમાં વૃદ્ધે પોતાના શરીર ઉપર જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતક વૃદ્ધે બીમારીથી કંટાળીને પોતાની જાતને જલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી પ્રમાણે મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ રંગાણીની વાડીમાં રહેતા અને બાંધકામનું કામ કરતા માવજીભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, મોરબી નજીક આવેલ ખારીવાડી પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગ પાછળ બાથરૂમમાં કોઈ અજાણ્યા 70 વર્ષના વૃદ્ધે પોતાના શરીર ઉપર કોઈપણ જવલંત શીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપીને આપઘાત કરી લીધો છે જેથી તે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વૃદ્ધના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી છે
વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક વૃદ્ધ પાસેથી મળી આવેલ થેલીમાંથી હોસ્પિટલનો કેસ મળી આવેલ હતો જેના આધારે મૃતકની ઓળખ મેળવવા માટે થઈને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી તેવામાં મૃતક વૃદ્ધ ધનસુખભાઈ લાલજીભાઈ રાઘુરિયા (72) રહે. શક્તિ પ્લોટ-12 પ્રમુખ હાઇટ્સ મોરબી વાળા હોવાનું સામે આવ્યું હતું તેવી માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા પાસેથી જાણવા મળેલ છે અને મૃતકના દીકરા અજયભાઇ સાથે વાત કરતાં તેના પિતાને છેલ્લા ઘણા સમયથી બીમારી હતી અને બીમારીથી કંટાળીને તેના પિતાએ આ અંતિમ પગલું ભર્યું છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન રણછોડભાઈ પરમાર (26) નામની મહિલાએ કોઇ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવારમાં લઈને ગયા હતા અને ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.