મોરબીમાં બીમારીથી કંટાળી ગયેલા વૃદ્ધે શરીરે જવલંતશીલ પદાર્થ છાંટીને કાંડી ચાંપી લઈને કર્યો આપઘાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
SHARE
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીમાં પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરાઈ
સમગ્ર દેશમાં ૨૧ ડિસેમ્બરની પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ઉજવણીમાં મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતની સંસ્કૃતિને વિશ્વ ક્ષેત્રે ઉજાગર કરી છે. તેમના પ્રયાસોથી ભારત વિશ્વના નકશામાં ઉભરી આવ્યું છે. તો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશેષ મહત્વ આપ્યું જે વિશ્વના અનેક દેશોએ સ્વીકાર્યું છે અને ભારતીય સંસ્કૃતિનું મહત્વનું અંગ એવા ધ્યાનને પણ વિશ્વએ સ્વીકાર્યું છે જે આપણાં માટે ગર્વની વાત છે. અને મોરબીમાં આવેલ શ્રી શ્રી હોલ ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર અને જિલ્લામાંથી અનેક ધ્યાન સાધકોએ ઉપસ્થિત રહી ધ્યાન ધર્યું હતું.