મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં
SHARE
મોરબી: કારખાનામાં મશીનના પટ્ટામાં ચુંદડી ફસાતા મહિલાને ગળાટુંપો આવી જતાં સારવારમાં
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન મહિલાની ચુંદડી મશીનના પટ્ટામાં આવી ગઈ હતી જેથી તે મહિલાને ગળા ટુંપો આવી ગયો હતો જેથી તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે વેન્સો સિરામિક કારખાનામાં કામ કરતા અને લેબર કવાર્ટરમાં રહેતા હીનાબેન કલ્પેશભાઈ રાવળદેવ (32) કારખાનામાં મશીન ઉપર કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર મશીનના પટ્ટામાં તેની ચુંદડી ફસાઈ ગઈ હતી જેથી કરીને હીનાબેનને ગળાટુંપો આવી ગયો હતો માટે આ મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના વિજયનગરમાં રહેતા ગીતાબેન કાંતિભાઈ (38) નામના મહિલાને તેના દિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ રાજુભાઈ ડાંગર ચલાવી રહ્યા છે