મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ લોકોને ધાબળાનું વિતરણ
મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર
SHARE
મોરબીમાં આવેલ રેન બશેરામાં રહેતા લોકોના ભોજનની વ્યવસ્થા કરશે જલારામ પ્રાર્થના મંદિર
મોરબી નગરપાલીકા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ (રૈન બસેરા) નું સંચાલન શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા- અમદાવાદને આપવામાં આવ્યુ છે ત્યારે આશ્રયગૃહના લાભાર્થીઓ માટે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તરફથી કરવામાં આવશે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે જે અવિરતપણે ચાલુ રહેશે તેમજ દરરોજ બંને ટાઈમ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે પણ શ્રી જલારામ પ્રાર્થના મંદિરનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા નિર્મિતભાઈ કક્કડે યાદી માં જણાવ્યુ છે.