મોરબીમાં ટ્યુશનમાં જતી વિદ્યાર્થીનીની છેડતી કરનારા કલાસીસના સંચાલકની ધરપકડ: ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુ મોરબીના પાનેલી ગામે સુકા લીમડાવાળા મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા હોદ્દેદારોની કરાઇ વરણી મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હળવદ પોલીસે 9 મોબાઈલ શોધીને મૂળ માલીકને પરત કર્યા મોરબીના ઉદ્યોગકારો કાર સિંગલ જવાને બદલે સાથે જશે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે: સિરામિક એસો. મોરબીની બાળ કલાકારે ડાયરામાં રમઝટ બોલાવી
Breaking news
Morbi Today

મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા


SHARE











મોરબીમાં ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો સ્નેહ મિલન-વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજાયો, નવા પ્રમુખ મહેશભાઇ ભોરણિયા

મોરબીમાં શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો ૨૨ મો સ્નેહ મિલન સંમેલનનો કાર્યક્રમ તાજેતરમાં કલાસીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો અને ત્યારે બાળકો માટે જુદીજુદી રમતગમતની હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પાટીદાર સમાજના આગેવાન ગોવિંદભાઈ વરમોરા તેમજ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા તથા પ્રકાશભાઈ વરમોરા સહિતના હાજર રહ્યા હતા તે ઉપરાંત કન્યા છાત્રાલય સુરેન્દ્રનગરના પ્રમુખ કાનજીભાઈ પટેલ, ઉમાસંકુલ ધ્રાંગધ્રાના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉમાસંકુલ માલવણના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટના પ્રમુખ અમિતભાઈ પારેજીયા, લખતર ઉમાધામના પ્રમુખ હસમુખભાઈ હાડી તથા સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહ્યા હતાં. તેમજ અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જીવરાજભાઈ ફૂલતરીયા, ગણેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજના પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતાં. તેઓના હસ્તે ધો. 1 થી પીએચડી. સુધીનાં તેજસ્વી તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને ઝાલાવાડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલાની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ ભોરણિયા તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ નાયકપરાની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ) તથા મહેશભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ)નું સન્માન કરવામાં આવ્યું હતું




Latest News