મોરબીના ઉદ્યોગકારો કાર સિંગલ જવાને બદલે સાથે જશે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે: સિરામિક એસો.
SHARE
મોરબીના ઉદ્યોગકારો કાર સિંગલ જવાને બદલે સાથે જશે તો ટ્રાફિક સમસ્યા હળવી થશે: સિરામિક એસો.
મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં એકથી વધુ ભાગીદારો હોય છે અને તે બધા જ જુદીજુદી ગાડીઓ લઈને સિરામિક કારખાને આવે છે જેથી કરીને મોરબીના માર્ગો ઉપર ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે જો ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મોરબીના સિરામિક ઉદ્યોગકારો એક કારમાં ઓછામાં ઓછા ચાર લોકો તેના કારખાને જવા માટેનું આયોજન કરશે તો તેનાથી ઘણા વાહનો રોડ ઉપર આવતા અટકી જશે.
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આજની તારીખે મોરબીમાં રોડની કેપિસિટી કરતાં પર્સનલ કાર વધુ રોડ ઉપર આવે છે જેથી કરીને ટ્રાફિક સહિતના પ્રશ્નો ઊભા થાય છે જો ઉદ્યોગકારો થોડું સંકલન કરે અને થોડો સહકાર આપશે તો આ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન આવી શકે તેમ છે. આજની તારીખે મોરબીમાં એક જ લોકેશનમાંથી નિકળતી કાર એક જ કંપનીમાં જતી હોય છે તો પણ બધા જુદીજુદી કાર લઈને જાય છે જેથી કરીને સિંગલ કાર લઈને જવાનું ટાળીને એક કારમાં સાથે જવાનું નક્કી કરશે તો ડીઝલ અને સમયની બચત થશે તેમજ રોડ ઉપરનો ટ્રાફિક પણ હળવો થશે. તેમજ પ્રદુષણ અને ધૂળની ડમરીમાંથી પણ રાહત મળે તેમ છે. જો ઉદ્યોગકારો દ્વારા આ રીતે આવવા જવા માટેનું આયોજન કરવામાં આવશે તો આગામી સમયમાં અંદાજે ત્રીજા ભાગની કાર મોરબીના માર્ગો ઉપર આવતી અટકી જશે જેથી ટ્રાફિક સહિતની પરોજણથી મુક્તિ મળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિયોશયોક્તિ નથી