મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
SHARE
મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન-સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 29 ડિસેમ્બરને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે સ્નેહમિલન, સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં બગથળા સોશિયલ ગ્રુપના પ્રમુખ કિશોરભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, મોરબીના એસપી રોડ પર આવેલા પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ ખાતે બગથળા સોશિયલ ગ્રુપ દ્વારા 27 મો સરસ્વતી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામા આવેલ છે આ કાર્યક્રમનું ઉદઘાટન નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગતના હસ્તે કરવામાં આવશે. અને 2:30 થી 3:30 ની વચ્ચે જે દંપતીઓ આવશે તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને મોરબીમાં રહેતા બગથળાના તમામ જ્ઞાતિના સભ્યોએ આવવા માટે પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ આપેલ છે.