કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
SHARE
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામુ આપે-દેશની માફી માંગે તેવી મોરબી જિલ્લા કોંગ્રેસની માંગ
તાજેત્રમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ડો.બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઇ કોટડીયા, દીપકભાઈ પરમાર, સંદીપભાઈ કલારિયા, વસિમભાઇ મન્સૂરી, ગુલામભાઇ પરાસરા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ત્યારે કોંગ્રેસનાં પ્રમુખ સહિતના આગેવાનોએ કલેક્ટરને જણાવ્યુ હતું કે, રાજ્યસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારીને ભારતીય નાગરીકો તથા બંધારણનું અપમાન કરેલ છે જેથી કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવેલ છે અને તે દેશીની માફી માંગે તેવી માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તા.17 ડિસેમ્બરના રોજ રાજયસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની અવગણના કરીને કહયું હતું કે, "આંબેડકર, આંબેડકર, આંબેડકર" જે ભારતીય નાગરીકો તથા સંવિધાનના અપમાનજનક છે. અને જેથી આવા અશોભનીય શબ્દો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના મુખે નિકળેલ હોય કરોડો લોકોની લાગણી દુભાઇ છે અને બંધારણના ઘડવૈયા, વિશ્વવિભુતિ, ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી માટે અશોભનીય શબ્દો ઉચ્ચારી ભારતના લોકોની લાગણીઓને ઠેસ પહોચાડેલ છે