વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બિલીયા ગામે મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યામાં દશાંશ હવન યોજાયો


SHARE









મોરબીના બિલીયા ગામે મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યામાં દશાંશ હવન યોજાયો

મોરબી તાલુકાનાં જુના બિલીયા મુકામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રાજુભાઇ જે.ભટ્ટ, વાસુદેવભાઇ ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ડી.ભટ્ટ, જીતુભાઇ ભટ્ટ, લલીતભાઇ ભટ્ટ અને શાસ્ત્રી હર્ષદિપ એલ.ભટ્ટ, બળવંતભાઇ વી.ભટ્ટ વિગેરે દ્વારા ધાર્મિક સ્થળ ખાતે સુવિધાઓ વધારવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી અને હાલમાં ત્યાં પાકો આરસીસી હોલ બનાવવા માટેનું કામ પણ આપી દેવામાં આવેલ છે. તેવામાં  તાજેતરમાં તા. 22 ને રવિવારે જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી તાલુકા ઉપરાંત બહાર રહેવા માટે ગયેલા ભટ્ટ પરિવારના લોકો આવ્યા હતા અને ત્યારે હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ અને તેમના ધર્મપત્ની અ.સૌ.જયશ્રીબેન દિનેશભાઇ ભટ્ટ સાતક તરીકે બેઠા હતા અને ધાર્મિક વિધિ કરી હતી ત્યાર બાદ સહુ કોઈએ સાથે પ્રસાદ લીધો હતો. અને આ ધાર્મિક સ્થળ ઉપર હરિયાળું વન બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગ રૂપે ભટ્ટ પરિવારના લોકોને સ્વજનોની સ્મૃતિમાં કે પછી જન્મ દિવસ નિમિતે ત્યાં વૃક્ષા રોપણ કરવાનાનું છે તેના માટે આર્થિક સહયોગ આપી રહ્યા છે. અને વૃક્ષારોપણમાં જે કોઈએ તેનું નામ લખાવવું હોય તેઓ રાજુભાઇ જે.ભટ્ટ (૯૮૨૪૨ ૩૯૦૯૭) અથવા ચંદ્રેશભાઇ ભટ્ટ (૬૩૫૧૨ ૦૭૬૧૮) ને ફોન કરીને વૃક્ષ લખાવી શકે છે અને એક વૃક્ષના જતના માટે ૧૦૦૦ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સ્થળ ઉપર ભવિષ્યમાં કુળદેવી હિંગળાજ માતાજી, બહુચર માતાજીની સ્થાપના કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.




Latest News