મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા જમીને પરત જઈ રહેલા યુવાનનું મોત


SHARE









મોરબીના પીપળી રોડે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા જમીને પરત જઈ રહેલા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગત રાત્રિના યુવાન બાઇક લઈને જમવા માટે ગયો હતો અને તે પરત પોતે જે કારખાનામાં રહેતો હતો ત્યાં બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી તે યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું.

મોરબી તાલુકા પોલીસ મથકના એ.પી. જાડેજા તથા સ્ટાફ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ જામનગરના રહેવાસી અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલા સ્કાય સીરામીક ખાતે રહીને ત્યાં મજૂરી કામ કરતો હરેશ હમીરભાઇ ઠુંગા નામનો 20  વર્ષનો યુવાન બાઈક લઈને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં જમવા માટે ગયો હતો અને જમીને તે પરત ફરતો હતો ત્યારે ત્યાં પીપળી રોડ સ્કાય સિરામિક નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતના બનાવ બનેલ હતો જેમાં તે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનવાની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

વૃદ્ધા સારવારમાં
વાંકાનેરના પલાસડી ગામે સરધારકા રોડ ઉપર રહેતા હલુબેન ઇબ્રાહિમભાઈ વકાલીયા નામના 57 વર્ષીય મહિલા વાડીએથી બાઈકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતા ઇજા થયેલ હતી જેથી તેમને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા

યુવાન સારવારમાં
મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુરનો અને હાલ મોરબી રહેતો દેવેન્દ્ર નાનુલાલ પ્રતાપ નામનો 21 વર્ષનો યુવાન મોરબીના મહેન્દ્રનગર પાસે બસ સ્ટેશન પાછળ આવેલ શિવમ એપાર્ટમેન્ટ સામે બીજા માટે કામ કરતો હતો ત્યાંથી પડી જતા ડાબા હાથના ભાગે ઇજા પામેલ હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો

મારા મારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રહેતા નિલેશ દિનેશભાઈ મજેઠીયા નામના 21 વર્ષના યુવાનને ડાબા પગના સાથળના ભાગે મારામારી દરમિયાન છરી લાગી ગયેલા હાલતમાં સિવિલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે બનાવાની બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે

અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ યમુનાનગર વિસ્તારમાં રહેતા પ્રદીપસિંહ મંગળસિંહ રાજપુત નામનો 35 વર્ષનો યુવાન હળવદ રોડ ઉપર ઉંચી મંડળ ગામ પાસેથી જતો હતો ત્યાં તેના બાઇકને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટ લેતા પ્રદીપસિંહને ઇજા થવાથી મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસ મથકના જે.પી. પટેલ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News