ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

સંસ્કૃત ભારતની આત્મા અને અસ્તિત્વ છે: મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા પ્રાંતિય સંસ્કૃત સંમેલન યોજાયું


SHARE







સંસ્કૃત ભારતની આત્મા અને અસ્તિત્વ છે: મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા પ્રાંતિય સંસ્કૃત સંમેલન યોજાયું

મોરબીના કંડલા બાયપાસ રોડે ઓમ શાંતિ વિદ્યા સંકુલ આવેલ છે ત્યાં આજે સંસ્કૃત ભારતી દ્વારા પ્રાંતિય સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રમાંથી સંસ્કૃતને જન  વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા તેની સાથોસાથ સંસ્કૃત પ્રદર્શની પણ રાખવામા આવી હતી.

સંસ્કૃત ભારતીનોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે અને આજે વિશ્વના 38 દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આ સંસ્થાના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન  વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં યોજાયેલ પ્રાંતિય સંસ્કૃત સંમેલનમાં સૌરાષ્ટ્રના જુદાજુદા 15 જિલ્લાઓમાંથી 400 થી વધારે કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે આવ્યા હતા અને આજથી બે દિવસ માટે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્કૃત ભાષાના સંવર્ધન માટેની ચર્ચા કરવામાં આવ્યા હતા.

આ તકે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય મહામંત્રી સત્યનારાયણ ભટ્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી, સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ લલીતભાઈ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત, ઓમ શાંતિ વિદ્યા સંકૂલના સંચાલક ટી.ડી.પટેલ, સંસ્કૃત ભારતીના પ્રાંત અધ્યક્ષ સુકાન્તકુમાર સેનાપતિ, મંત્રી પંકજભાઈ ત્રિવેદી અને સહમંત્રી લલીતભાઈ અને પ્રણવભાઈ રાજ્યગુરુ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ પ્રો.કિશોરભાઈ શેલડીયા તેમજ મોરબીના વર્ષોની સંસ્કૃત ભારતી સાથે જોડાયેલ કિશોરભાઇ શુક્લ અને મયુરભાઈ શુકલ સહિતના સંસ્કૃત ભારતી અને સંસ્કૃત માટે કામ કરતાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ તકે સત્યનારાયણ ભટ્ટે કહ્યું હતું કે, સંસ્કૃત ભારતની આત્મા અને અસ્તિત્વ છે જેથી તેના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 42 વર્ષથી સંસ્કૃત ભારતી સંસ્કૃતના સંવર્ધન, સરક્ષણ અને પ્રચારનું કામ કરી રહી છે. મોરબીમાં સંમેલનની સાથે વર્ષો પહેલા ઘર વપરાશમાં જે વસ્તુઓને ઉપયોગમાં લેવામાં આવતી હતી તેના સંસ્કૃત નામ દર્શાવતી પ્રદર્શનીમ વિજ્ઞાન પ્રદર્શની, સંસ્કૃતને લાગતો સાંસ્ક્રુતિક કાર્યક્રમ વિગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને સફળ બનાવવા માટે મોરબી સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.






Latest News