મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ


SHARE









ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી સમયાંતરે 30 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા જેની સામે રોજનું પઠાણી વ્યાજ ઉઘરાવવામાં આવતું હતું અને યુવાને કુલ મળીને 1.45 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી તેની કાર પણ પડાવી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (30)એ હાલમાં જયદીપભાઇ બસિયા રહે. મીતાણા તાલુકો ટંકારા તથા રવિભાઈ જીલરીયા રહે. રાજકોટ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેને વર્ષ 2024 માં રૂપિયાની જરૂર હતી ત્યારે જયદીપ બસિયા પાસેથી 17 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા તે પૈકી 13 લાખનું રોજનું 13,000 તથા 4,00,000 નું રોજનું 6,000 રૂપિયા લેખે વ્યાજ આજ દિવસ સુધીમાં કુલ મળીને 1.10 કરોડ ચૂકવી આપેલ છે તેમજ ફરિયાદીએ વર્ષ 2025 માં રૂપિયાની જરૂર પડતા આરોપી રવિ જીલરીયા પાસેથી 13,00,000 વ્યાજે લીધેલા હતા જેમાંથી 7 લાખ રૂપિયાનું રોજનું 10,500 રૂપિયા અને 6 લાખ રૂપિયાનું રોજનું 6,000 રૂપિયા લેખે વ્યાજ આમ કુલ 35 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ બંને આરોપીઓ દ્વારા ફરિયાદી તથા તેના પરિવારજનોને મારવાનો ભય બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને રવિ જીલરિયાએ ફરિયાદીની માલિકીની વરના ગાડી નંબર જીજે 36 આર 7008 તેની પાસેથી બળજબરીથી પડાવી લીધેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News