મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા


SHARE









મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા

મોરબીના જુના સાદુળકા ગામ પાસે મચ્છુ-3 ડેમ આવેલ છે અને તેમાં સતત પાણીની આવક ચાલી રહી છે જેથી કરીને હાલમાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી વધારાના પાણીને મચ્છુ નદીમાં છોડવા માટે સિંચાઇ વિભાગ દ્વારા ડેમના 2 દરવાજાને 1 ફૂટ સુધી શુક્રવારે સાંજે 6 વાગ્યાથી ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને કુલ મળીને 21 ગામમાં લોકોને એલર્ટ કરવામાં આવેલ હતા.

મોરબીમાં આવેલા 10 ડેમ પૈકી અગાઉ બ્રહ્માણી -2 ડેમમાં રૂલ લેવલ સુધી ભરાયો હતો જેથી તેના દરવાજાને ખોલવામાં આવેલ હતો ત્યાર બાદ મચ્છુ-૩ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેથી આ ડેમના બે દરવાજાને ખોલવાના હતા જો કે, તે પહેલા ડેમની નીચે આવેલા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર સહિત એકંદર ૨૧ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સિંચાઇ વિભાગ દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી. તેમજ માલધારીઓએ તેઓના માલ-ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા માટેની પણ સૂચના આપવામાં આવેલ હતી.




Latest News