હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
SHARE
હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
હળવદના ટીકર ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા સોનલબેન કમલેશભાઈ વસાવા (46) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પી લીધી હતી તે દિશામાં આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
માળીયા મીયાણામાં રહેતા હાર્દિક કાંતિભાઈ અઘારા (33) નામના યુવાને કોઈ કારણોસર ઘરે ફિનાઈલ પી લીધૂ હતું જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
માળીયા (મી)ના વાધરવા ગામે રહેતા પ્રભાતભાઈ વીરાભાઇ સોલંકી (60) નામના વૃદ્ધે કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.