મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE





વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર બાઉન્ડ્રી નજીક હોવાની ચોક્કસ હકીકત એલસીબીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં વોચ રાખીને સ્થળ ઉપરથી એલસીબીની ટીમે આરોપીને ઝડપી લીધેલ હતો.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2025 માં દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં આરોપી ભનુભાઈ ગોવાળિયા નાસતો ફરતો હોય તેને પકડવા માટેની તજવી ચાલી ગઈ હતી દરમ્યાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હકીકત મળી હતી તેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ રાખી હતી અને ત્યાંથી નાસતો ફરતો આરોપી મળી આવતા પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી ભાનુભાઈ ઉર્ફે બહાદુરભાઇ ગોવાળિયા રહે. ખડી તાલુકો ચોટીલા વાળાને ઝડપી લીધો હતો અને તેને આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપીને સોંપી દેવામાં આવેલ છે આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં
હરીપર કેરાળા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા કૌશિકભાઈ રમેશભાઈ તડવી (30) નામના યુવાને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તે બેભાન થઈ ગયો હતો ત્યાર બાદ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા  અને આ બનાવની પોલીસને જાણ કરી હતી

મારા મારીમાં ઇજા
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજેશ દિલીપભાઈ નિમાવત (17) નામના યુવાનને શિવધારા સોસાયટી પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસનેજાણ કરવામાં આવી હતી.




Latest News