મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો


SHARE









વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણ અને દુષ્કર્મનો ગુનો વર્ષ ૨૦૧૫ માં નોંધાયેલ હતો જે ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપીને જિલ્લા એલસીબીની ટીમે નાગપુર ખાતેથી પકડીને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છે.

મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અધિકારી સૂચના આપી હતી જેથી કરીને એલસીબીની ટિમ આરોપીને શોધવા માટે પ્રયત્ન કરી રહી હતી તેવામાં જયેશભાઇ વાઘેલા, બ્રીજેશભાઇ કાસુન્દ્રા તથા કૌશિકભાઇ મણવરને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૫ માં અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો તે ગુના માં નાસતો ફરતો આરોપી મુસ્લીમખાન સાહાબુદીનખાન રહે, શાંતીકા નાગલા તાલુકો કામા જીલ્લો ભરતપુર રાજસ્થાન વાળો હાલે ડ્રાઇવીંગ કામ કરતો હોય અને મહારાષ્ટ્રના નાગપુર જીલ્લા ખાતેથી પસાર થવાનો છે. જેથી એલસીબીના સ્ટાફે ત્યાં જઈને તપાસ કરતાં આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન (૩૦) રહે, નાગલા ઇશ્વરીસીંહ તાલુકો કમાન રાજસ્થાન વાળો રામટેક આર.ટી.ઓ. ચેક્પોસ્ટ, નાગપુર, મહારાષ્ટ્ર ખાતેથી મળી આવતા તેને હસ્તગત કરીને  આગળની ઘટીત કાર્યવાહી અર્થે આરોપીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News