હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત


SHARE







માળીયા (મી) નજીક હાઈવે ઉપર આગળ જતા ટ્રકની પાછળ ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક ડ્રાઇવરનું મોત

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પાયક સોલ્ટ નામના કારખાના સામે રોડ ઉપર આગળ જતા ટ્રકની પાછળના ભાગમાં ટ્રક અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં પાછળથી અથડાયેલ ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પાટણ જિલ્લાના ગરમડી ગામના રહેવાસી બળવંતસિંહ ઉમેદસિંહ જાડેજા (59)એ મૃતક ટ્રક ચાલક રીલુપ્રધાન અરબીંદાપ્રધાન (27) રહે. મૂળ ઓડિશા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પાયક સોલ્ટ મીઠાના કારખાના સામેથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 11 ટીટી 1211 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી તેનો ટ્રક નંબર જીજે 39 ટી 4194 લઈને પાછળના ભાગે આવી રહ્યો હતો અને ફરિયાદીના ટ્રકની પાછળના ભાગમાં આરોપીએ પોતાનો ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં આરોપીને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું આ અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઈકની ચોરી

મોરબીના જોધપર નદી ગામે ચબૂતરાની બાજુમાં રહેતા વાસુદેવભાઈ બચુભાઈ રાજપરા (48)અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ આપી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની જોધપર નદી ગામે સીમ વિસ્તારમાં વાડી આવેલ છે ત્યાં તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 3 ડીઇ 3869 પાર્ક કરીને મૂક્યું હતું જે 15,000 રૂપિયાની કિંમતનુ બાઇક ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News