મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ


SHARE









ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ

ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ કારખાનાની સિક્યુરિટીની ઓરડીમાં રહેતા શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની હકીકત મળી હતી જેથી સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી બનાવટની બે પિસ્તોલ અને 11 જીવતા કાર્ટિસ સાથે એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે પિસ્તોલમ કાર્ટિસ અને મોબાઈલ મળી 47200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારાના હીરાપર ગામની સીમમાં આવેલ ફલોરીમ કારખાનાની સિક્યુરિટીની ઓરડીમાં રહેતા શખ્સ પાસે ગેરકાયદે હથિયાર હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે ટંકારા પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજીવસિંહ રઘુરાજસિંહ રાજાવત (46) રહે. હાલ ફલોરીમ કારખાનાની સિક્યુરિટીની ઓરડીમાં હીરાપર ટંકારા મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળા પાસેથી બે દેશી હાથ બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ તેમજ 11 જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી પોલીસે હથિયાર, કાર્ટિસ અને મોબાઈલ આમ કુલ મળીને 47,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News