મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


SHARE









સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ધોરણ૧ થી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિશેષ સન્માનમાં બ્રિજેશભાઈ પંડ્યાને મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ વિસ્મય ત્રિવેદી અને ડી.જી.મહેતા અમરેલીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ઉદઘાટક પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા પ્રમુખ સ્થાન ડો.અનિલભાઈ મહેતા અતિથિ વિશેષ શૈલેષભાઈ ભટ્ટ (નાયબ જીલ્લા વિકાસ અધિકારી), જલ્પાબેન ત્રિવેદી (જીલ્લા મહિલા બાળ અધિકારી), છેલભાઈ જોશી, કે.સી.દવે, ચેતનભાઈ પંચોલી, મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના૧૨ જીલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ ડી.જી.મહેતા મેનેજિંગ ટ્રસ્ટી તેમજ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મોરબી લેહરું પરિવાર દ્વારા ભગવાન પરશુરામ દાદાને ધજા ચડવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનવા માટે અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, નલિનભાઈ ભટ્ટ, હસુભાઈ પંડ્યા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, દીપ પંડ્યા તેમજ પરશુરામધામના કાર્યકરો જોડાયા હતા




Latest News