મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પિતાની સારવાર-ધંધા માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને વ્યાજખોરની ધમકી !, જાનથી મારી નાંખીશ કાંતો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ


SHARE







મોરબીમાં પિતાની સારવાર-ધંધા માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાનને વ્યાજખોરની ધમકી !, જાનથી મારી નાંખીશ કાંતો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ

મોરબીના મકનસર ગામે રહેતા યુવાને તેના પિતાની સારવાર અને ધંધા માટે જુદાજુદા ચાર વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને તેની સામે તેઓને વ્યાજ પણ આપવામાં આવતું હતું અને જો કે, છેલ્લા મહિનાઓથી યુવાનનો ટ્રાન્સપોર્ટનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી કરીને તે વ્યાજખોરોને વ્યાજના રૂપિયા આપી શકતો ન હતો જેથી તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને એક વ્યાજખોરે તો યુવાનને “પૈસા નહીં આપો તો હું તમને જાનથી મારી નાંખીશ કાંતો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ અને તમને બધાને જેલમાં ધકેલી દઈશએવી ધમકી આપેલ હતી. જેથી યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં સ્વામી વિદ્યાલયની શેરી પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રસીકભાઇ રતીલાલભાઇ ચાવડા (49)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા, જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ, ચંદુભાઈ નાથાભાઈ વરૂ રહે. ત્રણેય ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે વાંકાનેર અને બીપીનભઈ જેમલભાઈ ધામેચા રહે. ભક્તીનગર-2 નવ મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આજથી ત્રણેક વર્ષ પહેલા કોરોના સમયે ધંધો પડી ભાંગેલ હતો. અને ત્યારે તેના પિતા રતીલાલભાઈને કોરોનાની અસર થતા તેને રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતા ત્યારે રૂપિયાની જરૂર હતી જેથી કરીને ચંદાભાઈ ભરવાડ પાસેથી પાંચ લાખ રૂપીયા પાંચ ટકા વ્યાજ લેખે રોકડા લીધેલા હતા. જેની સામે સતત બે વર્ષ સુધી ફરિયાદી દર મહિને 25000 વ્યાજ આપેલ હતું જેથી કરીને કુલ 6 લાખ રૂપિયા ચંદાભાઈ ભરવાડને આપેલ છે અને જો પૈસા દેવામાં મોડુ થાય તો ચંદાભાઈ ભરવાડએ ફરિયાદીને વાંકાનેર ખાતે બોલાવીને જાન થી મારી નાખવાની ધાક ધમકી પણ આપી હતી. અને વ્યાજે આપેલા રૂપીયા હાથ ઉછીના આપેલા છે એવું લખાણ કરાવીને વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના સહી વાળા બે કોરા ચેક ફરિયાદી પાસેથી લીધેલ હતા.

ત્યાર બાદ ફરિયાદીના પિતાને હાર્ટ એટેક આવતા તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ને ત્યારે સારવારના ખર્ચ માટે તેમજ ધંધા માટે પૈસાની જરૂરીયાત પડતા તેને ચંદાભાઈ ભરવાડના ભાઈ જગાભાઈ ભરવાડ પાસેથી કુલ મળીને સાત લાખ રૂપિયા લીધેલ હતા અને તેનું દર મહિને 35000 વ્યાજ ફરિયાદી ભરતો હતો. અને અત્યાર સુધીમાં તેને 4.20 લાખ રૂપિયા આપી દીધેલ છે. તો પણ જગાભાઈએ ફરિયાદીની ટ્રાન્સપોર્ટની ઓફીસે આવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સહી વાળા ચેક લઈ ગયેલ છે અને દોઢેક વર્ષે પહેલા અજાભાઈ ભરવાડ પાસેથી ધંધા માટે સમયાંતરે કુલ મળીને પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા જેની સામે વ્યાજ આપવામાં આવતું હતું તો પણ અજાભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તેની સહી કરાવીને તારીખ વગરનો પાંચ લાખની રકમનો ચેક વૈશાલી ટ્રાન્સપોર્ટના એકાઉન્ટનો લઈ લીધેલ છે.

ત્યાર બાદ ધંધા માટે બીપીનભાઈ દરજી પાસેથી આશરે અઢી વર્ષ પહેલા સાત લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા અને વ્યાજ આપતો હતો જો કે, છેલ્લા બે મહીનાથી વ્યાજની રકમ આપવાની વ્યવસ્થા ન થતા વ્યાજની રકમ આપેલ ન હતી. જેથી ચંદાભાઇ ભરવાડ,ગાભાઈ ભરવાડ તથા અજાભાઈ ભરવાડએ ફોન કરીને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ છે. તેમજ તેની પાસે રહેલા ચેકને બેન્કમાં જમા કરાવી ચેક બાઉન્સ કરાવી ફસાવી દેવાની ધમકીઓ આપેલ છે. આવી જ રીતે બીપીનભાઈ દરજીએ ફરિયાદી યુવાનને કહ્યું હતું કે, “પૈસા નહીં આપો તો હું તમને જાનથી મારી નાંખીશ કાંતો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ અને તમને બધાને જેલમાં ધકેલી દઈશએવી ધમકી આપેલ હતી.

આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. જોગેલા અને તેની ટીમે આરોપી અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા (33), જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ (40) અને ચંદુભાઈ નાથાભાઈ વરૂ (33) રહે. ત્રણેય ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે વાંકાનેર અને બીપીનભઈ જેમલભાઈ ધામેચા (60) રહે. ભક્તીનગર-2 નવ મકનસર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News