મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડને જમીનનો દસ્તાવેજ કરી આપવા વ્યાજખોરે ધમકી આપતા કર્યો હતો આપઘાત: બે સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડને જમીનનો દસ્તાવેજ કરી આપવા વ્યાજખોરે ધમકી આપતા કર્યો હતો આપઘાત: બે સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાનાં હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂપિયા પડાવવા માટે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને કંટાળી ગયેલ આધેડે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં હમીરપર ગામે રહેતા ભાવનાબેન ગોપાલભાઈ ચિકાણી (50)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખા રહે. દહીસરા (ખીરસરા) તાલુકો માળીયા અને રાહુલભાઈ બચુભાઈ સવસેટા રહે. લાભદિપ સોસાયટી શેરી-3 રાજકોટ વાળાની  સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના પતિ ગોપાલભાઈ વેલજીભાઈ ચિકાણી (50)ને આરોપી ભગવાનજીભાઈ રાયધનભાઈ ખાંડેખાએ બળજબરી કરી જમીનનુ 23.23 લાખનું સાટાખત કરાવી લીધેલ હતું અને સાટા ખત પેટે 10 લાખ ચેકથી આપેલ હતા અને વ્યાજ પેટે પાંચ લાખ આપેલ હોવા છતા જમીનનો દસ્તાવેજ કરી આપવા બળજબરી કરી મોતનો ભય બતાવ્યો હતો અને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને આરોપી રાહુલભાઈ બચુભાઈ સવસેટાએ ફરીયાદીના પતિને પ્રોમીસરી નોટ લખાવી 20 લાખ આપી તેનુ વ્યાજ 10 ટકા લેખે લેતા હતા જેથી કરીને 24 લાખ વ્યાજ સહીત ચુકતે કરી આપ્યા હતા છતા ફરિયાદીના પતિ પાસેથી ઉચુ વ્યાજ મેળવવા માટે બળજબરી કરી હતી અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી જેથી કરીને બન્ને આરોપીઓએ ફરિયાદીના પતિ પાસેથી ઉચા પઠાણી વ્યાજની ઉઘરાણી કરી હતી જેથી કરીને ફરિયાદીના પતિએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બીએનએસની કલમ 108, 308, 351 (3) ગુજરાત નાણા ધીરધાર કલમ 40, 42 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News