મોરબીના જલારામ મંદિરે શનિવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
SHARE







મોરબીના જલારામ મંદિરે શનિવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા 4 ના રોજ સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયાના પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. ત્યારે અત્યાર સુધી આ મંદિરે યોજાયેલ ૩૯ કેમ્પમા કુલ 11456 લોકોએ લાભ લીધો હતો તેમજ 5190 લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.
રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે કેમ્પ યોજાઇ છે તેવી જ રીતે આગામી તા 4 ને શનીવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયા (હ.દીનેશભાઈ મારવાણીયા-રાજપર વાળા) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
