મોરબીના જલારામ મંદિરે શનિવારે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે
મોરબીમાં વર્ષો પછી રૂબરૂ મળીને શાળા-કોલેજના મિત્રોએ જૂની યાદોને તાજા કરી
SHARE







મોરબીમાં વર્ષો પછી રૂબરૂ મળીને શાળા-કોલેજના મિત્રોએ જૂની યાદોને તાજા કરી
આજના ટેકનોલોજીના યુગમાં રૂબરૂ મળવુંએ ખરેખર માણવા લાયક પળ હોય છે. અને એમાં પણ જો બાળપણના મિત્રો કે જે પ્રાથમિક શાળાથી સાથે ભણતા હોય અને જેનું બાળપણ શેરીઓમાં રમત રમતા સાથે વીત્યું હોય છે તે લોકોને મળવાનું હોય તો તેનો આનંદ કઈક અનેરો જ હોય છે. સમયાંતરે મિત્રો ભણવામાં આગળ વધતા હોય છે અને અમુક સાયન્સમાં તો અમુક કોમર્સમાં તો ઘણા બધા મિત્રો અન્ય ક્ષેત્રમાં આગળ ભણવા માટે ગયા હોય છે અને વર્ષો થયા મળ્યા ન હોય અને અચાનક મળવાનું થાય તો કોઈ જ મિત્ર એવો ન હોય કે આ મોકો ચૂકે છે આવો જ એક દિવસ હતો ત્યારે બાળપણમાં સાથે ભણતા અને વિખૂટા પડેલા મિત્રો મળ્યા હતા અને 100 થી વધુ મિત્રો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ આયોજન ઉમાં રિસોર્ટ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં બધાએ સાથે મળીને મોજ કરી હતી. અને ત્યારે સ્કૂલ અને કોલેજની જૂની વાતોને વાગોળી હતી અને આટલું જ નહીં બધા ગુરૂજનોને પણ યાદ કર્યા હતા
